આ ઍક વિશેષ ઉપયોગી ફિચર્સ છે. એના નામ પરથી જ ખ્યાલ આવે છે કે ખાસ હોઈ ટુલ્સ હોઈ શકે.
ગોડ મોડ એનબલ કરવાથી સિસ્ટમના દરેક કંટ્રોલ ઍક જ જગ્યાએ મળી રહેશે.
ગોડ મોડ શરૂ કરવા માટે...
ડેસ્કટોપ પર આવી જાઓ અને કોઈ પણ જગ્યાએ રાઇટ ક્લિક કરો અને નવુ ફોલડર બનાવો…
હવે જે ફોલડર બન્યુ તેને રિનેમ કરવાનુ છે એટલે નવુ નામ આપવાનુ છે... ફોલડર પર જઈને F2 ક્લિક આપો એટલે રિનેમ કરવા માટે કહેશે... એમા આ કોડ પેસ્ટ કરવો.
GodMode.{ED7BA470-8E54-465E-825C-99712043E01C}
એન્ટર આપો એટલે કંટ્રોલ પેનલ જેવા આઇકોન સાથે ઍક ટુલ આવશે જે ઘણા બધા સેટીંગ્સ ઍકસાથે બતાવે છે. એને ડિલિટ પણ કરી શકાય છે.
No comments:
Post a Comment